વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ઓછા અને વિદેશમાં વધારે ફરે છે તેવો કટાક્ષ વિપક્ષ વારંવાર કરતું રહ્યું છે. પરંતુ હવે 2019મા નરેન્દ્ર મોદી વિદેશી મુલાકાતથી અંતર બનાવી રાખશે. કહેવાય છે કે પીએમ મોદી 2019ની શરૂઆતથી આગામી લોકસભાની ચૂંટણીને જ ધ્યાનમાં રાખવા માંગે છે.
આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું કે નવા વર્ષના ચાર મહિનાની શરૂઆતમાં એવા કોઇ મોટા કાર્યક્રમ નથી, જેમાં પીએમ મોદીની ભાગીદારી હોય.
આ વર્ષે છેલ્લે 11મી ડિસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામ ભાજપની વિરૂદ્ધ રહ્યા. પેટાચૂંટણીઓમાં પણ ભાજપને સતત હારનો સામનો કરવો પડ્યો. આથી પીએમ મોદી પોતાનું ધ્યાન 2019ની લોકસભા ચૂંટણી પર સતત રાખવા માંગે છે. જો કે પીએમ મોદી 21 થી 23 જાન્યુઆરી સુધી ચાલનાર પ્રવાસી ભારતીય દિવસના આયોજનમાં ચોક્કસ ભાગ લેશે. આ આયોજન પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર ક્ષેત્ર વારાણસીમાં થશે.
પીએમ મોદીએ ગયા વર્ષે 14 વિદેશ પ્રવાસ કર્યા હતા. વડાપ્રધાનની સત્તાવાર સાઇટના મતે 2014થી અત્યાર સુધીમાં મોદીએ 48 વિદેશ પ્રવાસ પર જઇ ચૂકયા છે. અધિકારીએ જણાવ્યું કે જો કે હવે સ્થાનિક મુદ્દાના સહારે મોદી ફરીથી પ્રજાની વચ્ચે જવા માટે વિદેશ પ્રવાસથી અંતર રાખશે.
PM મોદી હવે વિદેશ પ્રવાસે જશે જ નહીં!, કારણ જાણી નવાઇ લાગશે
Reviewed by jenisht
on
December 26, 2018
Rating:
No comments: