તાઇવાન પાસે આવેલાં દરિયા કિનારે વૈજ્ઞાનિકોને એક ભયાનક જીવ મળ્યો હતો. શરૂઆતમાં રિસર્ચ કરનારી ટીમ તે જીવને સાપ સમજવાની ભૂલ કરી હતી. પરંતુ જલ્દી જ તેની હકીકતે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. રિસર્ચ ટીમ પ્રમાણે, આ સાપ નહીં પરંતુ એક વાઇપર શાર્ક હતી. વાઇપર શાર્ક એટલી રેર હોય છે કે તેને છેલ્લે 1986 માં પકડવામાં આવી હતી.
જડબા બહાર દાંત કાઢી શકે છેઃ-
- આ ભયાનક શાર્કની સૌથી મોટી ખાસિયત છે કે, તે કોઇ સાયન્સ મૂવીના જીવની જેમ પોતાના જડબા બહાર પણ દાંત કાઢી શકે છે.
સોઈ કરતા વધારે તીક્ષ્ણ દાંત હોય છેઃ-
- Taiwan’s Fisheries Research Institute ના એક ઓફિશિયલ પ્રમાણે, આ શાર્કના દાંત સોઈથી પણ વધારે તીક્ષ્ણ હોય છે. દાંતને બહાર કાઢીને હુમલો કરવાની આ ખાસિયતથી તે પોતાના શરીરથી અનેક ગણી વધારે મોટી માછલીનો પણ શિકાર કરી લે છે.
જાપાનમાં પકડાઇ ગઇ હતી પહેલી માછલીઃ-
- 1986માં પહેલીવાર જાપાનના શિકોકુ આઈલેન્ડ પર આ શાર્ક પકડાઇ ગઇ હતી. ત્યારથી તેનું સાયન્ટિફિક નામ Trigonognathus kabeyai રાખવામાં આવ્યું, જોકે, તેનો ભયાનક લુકના કારણે આ એલિયન ફિશ અને ફિશ ફ્રોમ હૈલ (નરકની માછલી) પણ કહેવામાં આવે છે. આ શાર્ક પાણીમાં એકથી ડોઢ હજાર ફૂટના ઊંડાણમાં રહે છે. જોકે, તેના વિશે સાયન્ટિસ્ટ્સની પાસે અત્યાર સુધી કોઇ વધારે જાણકારી મળી આવતી નથી.
No comments: