ચૌધરી ચરણ સિંહ ફકત એક રાજકારણી, એક ખેડૂત નેતા, એક પક્ષના અધ્યક્ષ કે એક પૂર્વ વડા પ્રધાનનું નામ જ નથી, ચરણ સિંહ એક વિચારધારાનું નામ પણ હતા.
ચરણ સિંહની રાજનીતિમાં અતડાપણું કે કપટ નહોતું બલ્કે જે એમને સારું લાગતું એને તેઓ છાતી ઠોકીને સારું કહેતા અને જે ખરાબ લાગતું એને ખરાબ કહેવામાં કોઈ શરમ નહોતા રાખતા.
જેમણે ચરણ સિંહને ખૂબ નજીકથી જોયા છે એવા વરિષ્ઠ પત્રકાર કુરબાન અલી કહે છે,"એમનું વ્યક્તિત્વ રુઆબદાર હતું, જેની સામે બોલવાની લોકોની હિંમત નહોતી ચાલતી."
"એમના ચહેરા પર કાયમ પુખ્તતા જોવા મળતી. કાયમ ગંભીર સંવાદ કરતા હતા. બહુ ઓછું હસતા. હું માનું છું કે બે-ચાર લોકોએ જ તેમને ખડખડાટ હસતા જોયા હશે."
"તેઓ આદર્શોના પાકા હતા અને સ્વચ્છ-સરળ રાજનીતિ કરતા હતા."
કુરબાન અલી કહે છે, "રાષ્ટ્રીય આંદોલન દરમિયાન તેઓ મહાત્મા ગાંધી અને કૉંગ્રેસની માટીમાં તપ્યા હતા."
"વર્ષ 1937થી લઈને 1977 સુધી તેઓ છપરોલી-બાગપત ક્ષેત્રથી સતત ચૂંટાયા હતા. વડા પ્રધાન બન્યા પછી પણ મેં કદી એમની સાથે કોઈ લાવ-લશ્કર હોય તેવું નથી જોયું."
"તેઓ સાધારણ ઍમ્બેસેડર ગાડીમાં પ્રવાસ કરતા હતા. હવાઈ મુસાફરીની વિરુદ્ધ હતા અને વડા પ્રધાન બન્યા બાદ પણ લખનૌ ટ્રેનથી જતા."
"જો ઘરમાં કોઈ વધારાનો બલ્બ સળગતો દેખાતો તો ઠપકો આપી તરત જ બંધ કરાવતા."
"હું તો કહીશ કે ચૌધરી ચરણ સિંહ ભારતીય રાજનીતિના એવા વ્યકિત હતા કે જેમણે ઓછામાં ઓછુ લીધું અને વધુમાં વધુ આપ્યું."
ઇન્દિરા ગાંધીને જેલમાં ધકેલનારા ખેડૂત નેતા ચરણ સિંહ કોણ હતા?
 
        Reviewed by jenisht
        on 
        
December 26, 2018
 
        Rating: 
      
No comments: