હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના લંજ નજીક એક સ્કૂલ બસનો અકસ્માત થયો હતો. બસમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી 35ને ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. ઘાયલ તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સેન્ટ રુદ્રાક્ષ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને ધર્મશાલા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળ લઈ જઈ રહી હતી જેને લંજ પાસે અકસ્માત નડ્યો હતો. બસમાં રહેલા વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર સેન્ટરના હતા. એકલવ્ય કમ્પ્યૂટર સેન્ટરના વિદ્યાર્થીઓને નરેન્દ્ર મોદીની રેલીના સ્થળે ધર્મશાલા લઈ જવામાં આવી રહ્યા હતા. લંજના સીએચસીમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. તમામ ઈજાગ્રસ્તોની ઉંમર 20-24 વર્ષની છે.
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ 5 ઈજાગ્રસ્તોને ટાંડા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. જો કે હજુ સુધી ઘટનાનું કારણ જાણી શકાયું નથી. 
27 ડિસેમ્બરના ભાજપ સરકારને હિમાચલમાં એક વર્ષ પૂર્ણ થયું છે. આ માટે ધર્મશાલામાં જશ્નનું આયોજન કરાયું છે. સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે.
હિમાચલ: PM મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસને અકસ્માત, 31ને ઈજા
 
        Reviewed by jenisht
        on 
        
December 27, 2018
 
        Rating: 
      
No comments: