Ad

ઠંડી ભુક્કા કાઢશે કોલ્ડવેવની વોર્નિંગ જાહેર



ગુરૂવારે હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજયભરમાં કોલ્ડ વેવની વોર્નિંગ જાહેર કરી છે. બુધવારે અમદાવાદમાં રાત્રિનું તામપાન ૯.૩ ડિગ્રી નોંધાયું, જે કનિદૈ લાકિઅ સામાન્ય કરતા ૩.૬ ડિગ્રી નીચે હતું. 

દિવસ દરમિયાન ૨૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્યની તુલનાએ ૨.૫ ડિગ્રી વધારે હતું. જયારે પાટનગર ગાંધીનગર કનિદૈ લાકિઅ ૯.૪ ડિગ્રી અકિલા તાપમાનમાં ઠુંઠવાયું હતું, તો દિવસ દરમિયાન ૨૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગુજરાત હવામાન ખાતાના જયંત સરકારે જણાવ્યું કનિદૈ લાકિઅ કે, પવનની દિશા બદલાવવાના કારણે રાજયમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે. તેમણે વધુમાં અકીલા કહ્યું કે, થોડા દિવસો અગાઉ રાજયમાં પૂર્વ તરફનો પવન કનિદૈ લાકિઅ ફૂંકાઈ રહ્યો હતો, જે બદલાઈને હવે નોર્થ તરફથી થઈ ગયો છે. આ પવનો વધારે શુષ્ક હોય છે અને તેઓ વધારે ભેજ લાવતા નથી આ કારણે રાજયમાં કોલ્ડ વેવની કનિદૈ લાકિઅ સ્થિતિ સર્જાઈ છે. 

અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત રાજયના વધુ ચાર સ્થળો પર તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં રાજકોટમાં ૮.૭ ડિગ્રી, કનિદૈ લાકિઅ મહુવામાં ૯.૯ ડિગ્રી, કંડલા એરપોર્ટમાં ૮.૬ ડિગ્રી અને નલિયામાં સૌથી ઓછું ૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડોકટર્સની સલાહ મુજબ વૃદ્ઘ લોકોએ કનિદૈ લાકિઅ આ ઠંડા પવનમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને પોતાને ગરમ રાખવા જોઈએ. 

ગુજરાતમાં ૪૮ કલાક માટે ઠંડીમાં આવેલી મામૂલી રાહત ગઇ કાલે ઓસરી ગઇ હતી કનિદૈ લાકિઅ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા કાશ્મીરથી આવતા સીધા પવનોને લીધે ગઇકાલે વધુ એક વખત કોલ્ડ-વેવ શરૂ થઇ ગઇ હતી. કોલ્ડ-વેવના આ સેકન્ડ રાઉન્ડની અસર પહેલા કરતા પણ વધારે આક્રમક રહી છે અને માત્ર ચોવીસ જ કલાકમાં ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોનું મિનિમમ ટેમ્પરેચર બેથી ત્રણ ડિગ્રી જેટલું ઘટયું છે. 

ગુજરાતના હવામાન વિભાગની આગાહી મુજબ કાતિલ ઠંડીની આ અસર હજી બેથી ત્રણ દિવસ રહી શકે છે. ગઇકાલે ગુજરાતનાં કેટલાક શહેરોમાં ઠંડીએ આ સીઝનનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. એમાં રાજકોટ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, મહુવા અને દીવ જેવા શહેરોનો સમાવેશ થતો હતો. ગઇકાલે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં ૮.૧ ડિગ્રી, અમદાવાદમાં ૯.૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૯.૨ ડિગ્રી, મોરારીબાપુના મહુવામાં ૯.૬ ડિગ્રી અને દીવમાં ૯.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સામાન્ય રીતે ગુજરાતમાં ઠંડીમાં અગ્રિમ રહેતા નલિયામાં મામુલી રાહત રહી હતી અને નલિયાનું લઘુત્તમ તાપમાન ૭.૧ ડિગ્રી નોંધાયું હતું.(૨૧.૭)
ઠંડી ભુક્કા કાઢશે કોલ્ડવેવની વોર્નિંગ જાહેર ઠંડી ભુક્કા કાઢશે કોલ્ડવેવની વોર્નિંગ જાહેર Reviewed by jenisht on December 27, 2018 Rating: 5

No comments:

Powered by Blogger.