રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટ કરીને વડાપ્રધાનને ચાર સવાલ પૂછ્યા હતા. જોકે તેમાં રાહુલે ચોથો સવાલ નહતો પૂછ્યો. આ સવાલ તેણે કલાકો પછી પોસ્ટ કર્યો હતો. આ કારણથી તે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા. ત્યારપછી તેમણે ટ્વિટ કર્યું હતું કે, તેમણે જાણી જોઈને આવું કર્યું છે. આ પહેલાં બુધવારે સંસદમાં રાફેલ મુદ્દે ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
રાહુલે બુધવારે રાતે 8.51 મિનિટે ટ્વિટમાં લખ્યું- કાલે સંસદમાં રાફેલ ડીલ પર પીએમ મોદીની ઓપન બુક એક્ઝામ છે. એક્ઝામના સવાલ અહીં પહેલેથી જ આપવામાં આવી રહ્યા છે.
પહેલો સવાલ- એરફોર્સને 126 એરક્રાફ્ટની જરૂર હતી તો પછી 36 એરક્રાફ્ટ જ કેમ?
બીજો સવાલ- એક વિમાનની કિંમત રૂ. 560 કરોડ હતી તે હવે રૂ. 1600 કરોડ કેમ?
ચોથો સવાલ (ત્રીજો સવાલ પૂછ્યો જ નહીં) - એચએએલની જગ્યાએ એએ (અનિલ અંબાણી)ની કેમ પસંદગી કરી?
ત્રીજો સવાલ ન લખ્યો હોવાથી રાહુલ ગાંધી ખૂબ ટ્રોલ થયા. તે પછી રાહુલે રાતે અંદાજે 11.13 વાગે એક ટ્વિટ કરીને કહ્યું કે, તેમણે જાણી જોઈને આવું કર્યું છે. પરંતુ હવે લોકોની માંગણીથી તેઓ ત્રીજો સવાલ પૂછી રહ્યા છે. આ સવાલમાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે, મોદીજી પ્લીઝ જણાવો કે, પર્રિકરજીએ રાફેલની ફાઈલ તેમના બેડરૂમમાં કેમ રાખી છે? ત્યારપછી તેમણે કટાક્ષ કરતાં કહ્યું પણ ખરું કે, આ સવાલોના જવાબ મોદીજી જાતે આપશે કે તેમના કોઈ પ્રોક્સીને મોકલશે?
No comments: