સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધતા સ્વાઇન ફ્લૂ પણ વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. જેમાં રાજકોટ અને જુનાગઢના વૃદ્ધનો સમાવેશ થાય છે. આ સિવાય શહેરમાં રહેતા યુવક અને આધેડનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંનેને સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે.
આ સિઝનમાં સ્વાઈન ફ્લૂના કુલ 160થી વધુ દર્દી નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 44નો થયો છે. હાલ કુલ 10થી વધુ દર્દી સારવાર હેઠળ છે. જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના કુલ 40 દર્દી હતા. જેમાં 9ના મોત થયા છે. જ્યારે શહેરી વિસ્તારમાં 57 કેસ સ્વાઈન ફ્લૂના હતા અને 10 દર્દી મૃત્યુ પામ્યા છે. અન્ય જિલ્લાના 68 દર્દીમાં 25થી વધુનાના મૃત્યુ થયા છે. દિવસેને દિવસે ઠંડી વધારો થતા આ રોગના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે તંત્ર આ રોગ અંગે જાગૃતિ લાવવા કવાયત કરી રહી છે.
ઠંડી વધતા સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ વકર્યો, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં બેના મોત
Reviewed by jenisht
on
January 02, 2019
Rating:
No comments: