Ad

મેઘાલયની ખાણમાં ફસાયેલા 15 મજૂરોનાં બચાવ દરમિયાન NDRFએ કહ્યું- દુર્ગંધ આવવાની શરૂઆત થઈ ચુકી છે

political war of word erupt over meghalaya mine mishap

મેઘાલયનાં પૂર્વીય વિસ્તાર જયંતિયા હિલ્સ જિલ્લામાં એક કોલસાની ખાણમાં છેલ્લા 15 દિવસથી 15 મજૂરો ફસાયા છે. આ ઘટના અંગે રાજનેતાઓએ પોતાનું રાજકારણ શરૂ કરી દીધુ છે. 13 ડિસેમ્બરે આ ખાણમાં પાણીનું પ્રમાણ વધી જવાથી મજૂરો બહાર નિકળી શક્યા ન હતા. હજુ સુધી NDRFની ટીમને કોઈ સફળતા મળી નથી. આ સાથે જ બચાવ દળના સભ્યોએ પહેલી વખત કહ્યું કે, ખાણમાંથી દુર્ગંધ આવી રહી છે. ત્યારબાદ ફસાયેલા મજૂરોની ચિંતામાં વધારો થયો છે.

બચાવ દળનાં કહ્યાપ્રમાણે , ખનન માટે બનાવેલી સાંકળી સુરંગમાં પાણી ભરાઈ જવાથી મજૂરો સુધી પહોંચી શકાયુ નથી. પાણીને કાઢવા માટે 100 હોર્સ પાવરનાંપમ્પની જરૂર છે, પરંતુ ટીમ પાસે માત્ર 25 હોર્સ પાવરનાં જ પમ્પ છે. 

મેઘાલયમાં આવેલા સંકટના સમયે રાજનેતાઓનું  રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, "પાણીથી ભરાયેલી કોલસાની ખાણમાં છેલ્લા 2 અઠવાડિયાથી 15 મજૂરો શ્વાસ લેવા માટે લડી રહ્યા છે. અને દેશનાં પ્રધાનમંત્રી બોગિબીલપુલ પર કેમરામાં પોઝ આપી રહ્યા છે. તેમની સરકારે હાઈ પ્રશેર વાળા પમ્પોની વ્યવસ્થા કરવાની ના પાડી દીધી છે, પ્રધાનમંત્રી જી, મહેરબાની કરીને મજૂરોને બચાવો"
15 miners have been struggling for air in a flooded coal mine for two weeks.

Meanwhile, PM struts about on Bogibeel Bridge posing for cameras.

His government refuses to organize high-pressure pumps for the rescue.

PM please save the miners. https://t.co/STZS62vTp4
— Rahul Gandhi (@RahulGandhi) December 26, 2018

તો રાહુલગાંધીને વળતો જવાબ આપતા મેઘાલયનાં મુખ્યમંત્રી કોનરાજ સંગમાએ લખ્યું કે, NDRF અને રાજ્ય સરકાર સતત રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી છે.ઓપરેશનનું લેવલ એક મોટો પડકાર છે, કારણ કે નદીનું પાણી ખાણમાં ઘુસી ગયુ છે. ભારત સરકારે રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરવા માટે શ્રેષ્ઠ લોકોને બચાવકામગીરીમાં મોકલ્યા છે. 

બીજી તરફ ઈન્ડો નેશિયાની સુરંગમાં ફસાયેલા 12 બાળકોનાં બચાવ અભિયાન દરમિયાન ઉપકરણો પૂરા પાડનાર ભારતીય કંપની મેઘાલય સરકારની મદદ માટે સામે આવી છે.  કંપનીએ કહ્યું કે, અમને મજૂરોની ચિંતા છે. અમે બચાવ અભિયાનમાં શક્ય તમામ મદદ કરવા માટે તૈયાર છીએ. આશા રાખીએ છીએ કે ખાણમાં ફસાયેલા તમામ મજૂરોને સુરક્ષિત બચાવી લેવામાં આવે  
મેઘાલયની ખાણમાં ફસાયેલા 15 મજૂરોનાં બચાવ દરમિયાન NDRFએ કહ્યું- દુર્ગંધ આવવાની શરૂઆત થઈ ચુકી છે મેઘાલયની ખાણમાં ફસાયેલા 15 મજૂરોનાં બચાવ દરમિયાન NDRFએ કહ્યું- દુર્ગંધ આવવાની શરૂઆત થઈ ચુકી છે Reviewed by jenisht on December 27, 2018 Rating: 5

No comments:

Powered by Blogger.