ચીને ગુરુવારે ચંદ્રના પાછળના ભાગમાં (જે ધરતી પરથી દેખાતો નથી) ત્યાં તેમનું સ્પેસક્રાફ્ટ ચાંગી-4 ઉતારવામાં આવ્યું છે. ચંદ્રના આ ભાગ પર કોઈએ પહેલીવાર સ્પેસક્રાફ્ટ લોન્ચ કર્યું છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર સ્પેસક્રાફ્ટ ઉતારી શક્યા છે. ઈસરોનું ચંદ્રયાન-1 હજી ચંદ્ર પર ઉતારવામાં આવ્યું નથી. તે ચંદ્રના પરિભ્રમણ માટે મોકલવામાં આવ્યું છે. ઈસરો આ મહિનાના અંતમાં તેમનું બીજુ મૂન મિશન- ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરે તેવી શક્યતા છે.
આ સફળતા વિશે ચીન સ્પેસ મેનેજમેન્ટે સાથે કામ કરનાર મકાઉ યુનિવર્સિટીના પ્રોફેસર ઝો મેંગુઆએ કહ્યું- આ સ્પેસ મિશને જણાવી દીધું કે, ચીન રિમોર્ટ સ્પેસની તપાસમાં ખૂબ આગળ નીકળી ગયું છે
ચીન હવે 2022 સુધીમાં તેમના ત્રીજા અંતરિક્ષ કેન્દ્રને શરૂ કરવામાટે કામ કરી રહ્યું છે. ચીન આ દશકાના અંત સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષમાં યાત્રીઓને મોકલવા પણ માંગે છે. તે સિવાય એક મિશન દ્વારા મંગળની ધરતી પરથી માટી લાવવાનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
ચંદ્ર પર ઉતર્યું ચીનનું સ્પેસક્રાફ્ટ, આ મહિને ઈસરો પણ કરી શકે છે ચંદ્રયાન-2નું લોન્ચિંગ
 
        Reviewed by jenisht
        on 
        
January 02, 2019
 
        Rating: 
      
No comments: